“અપ્રિલ ફૂલ્ડ” ભારતમાતા !!!

મીડિયાલોન્ડ્રી@ધોબીતળાવ.કૉમ – જિતુ શાહ

અપ્રિલ ફૂલ ડે, ની પૂર્વ સંધ્યાએ ‘પોછા’ (મારો કુત્રા)ને ફેર-ફટાકા માણવા સારું દરિયા કિનારે લથડતો  હતો ટાણે  મગજમાં,  આવતીકાલે કોણે-કઈ રીતે બેવકૂફ બનાવવાની કસરત ચાલુ  હતી. દરિયા કિનારે વાહતા સુંદર માણસ એન્ડ જણસ, વચ્ચેજ જાજરમાન જાજરાંની વિધી પાર પાડવાની ‘પોછા’ની ઉતાવળને  કારણે, મારા થોટ પ્રોસેસમાં ખલેલ પોહોચતી હતી એટલે એને ગળે પટ્ટો બાંધીને રવાના કરી પાસેના બાંકડે સ્થાન જમાવ્યું. સૌથી પહેલો લાડવો બાયડીનેજ આપવાનું ઠર્યું. કારણ : તેઓ  શિક્ષિકા છે. અને સંસારમાં કોઈકજ એવો નીકળે કે આ વાતમાં મારી સાથે સહમત ન હોય ! બીજા અને ત્રીજા નંબરે સાસુમા અને મારો ભાઈબંધ સુકુમાર . શિક્ષક જેવીજ પ્રકૃતિ લેખકની, એટલે જાજી માથાકૂટ કરવી ઘટે. પોછા કામ પતાવીને મારા કરતા અડધી ઉમરની બાળાઓ  સાથે  કિનારે છબ-છ્બકા કરવામાં તલ્લીન, અને હું બાંકડે બેઠા- બેઠા લીસ્ટ ઉતારવા માંડ્યો ..સૌમ્ય અને ઓછા તામસી સ્વભાવવાળા દશેક નામ  સહેજે મગજમાં ટાકિયા , ત્યારે મારી વિચાર પ્રક્રિયા દિશા ચુકી ગઈ અને કુટુંબી – મિત્રો  વિસરીને રેલ પાટાં પરથી ઉતરીને મીડિયા, રાજકારણી, સમાજ સુધારકો,  લશ્કર અને કલાકારો ભણી ખુંપી ગઈ. આખું જીવન કલમને તલવાર સમજવાનું ગાંડપણ કર્યું, એટલે પહેલો ‘ફૂલ’ તો હું પોતેજ !!

એક  અબળા નારીનું વિશાલ ચિત્ર સમક્ષ આવ્યું અને તેના હાથમાં એક પાટી. લખ્યુતું , ” મારો બળાત્કાર ન કરવો, સરકાર રોજ એજ કરે છે !!” ભારતમાતાની કોખમાં જન્મેલા આપણાં ગણાય રથી- મહારથીઓ (કલયુગના)ના શરમજનક અને હાસ્યભર્યા કરસ્થાનો , ધોધમાર વરસાદના ભારી  ટપકાઓની જેમ માથે મારવા માંડ્યા. આમાં અનેક બબૂચકો, બેવકૂફો અને ચાપલુંસોના નામો ધડાધડ આવવા માંડ્યા. લશ્કર પ્રમુખ વિજય કુમાર  (વી.કે ) સિંહ, અરાક્પરમ્બીલ કુરિયન (એ.કે.) એન્ટની , ડો. મનમોહન સિંગ, રાહુલ ગાંધી ( ખરું નામ: રાઉલ વિન્ચી !?!), કુ. રેણુકા ચૌધરી , કુમારી એડવોકેટ મમતા બનેરજી,  “કોલાવેરી દિ”વાળા ધનુષ-શ્રુતિ, ગુજરાતના પોર્ન- ગેટરો – શંકર ચૌધરી એન્ડ જેઠા ભરવાડ, બોરીબંદરની ‘મ્હાતારી’, દક્ષિણના રામની પેઢી, વિગેર-વિગેરે.

ભારતમાતાના દોઢ અબજ બેનોભાયડાઓને રિજવી , છેતરી, મારી, કાટીને કુલ ૧૬૨ (આમય ૬૨નો આકડો !) સભ્યો લોકશાહીના પવિત્ર મંદિરમાં ઘુસી ગયા, એથી મોટો  ‘અપ્રિલ ફૂલ’નો કિસ્સો શું હોય શકે, ભલાદમી ! આમાં ૧૪ મુરબ્બી તો  હત્યાના, ૨૦  હત્યાના પ્રયાસના અને ૧૩ જણા અપહરણના કેસ માથે શોભાવીને ફરી રહ્યા છે, લો !! બેચારને તો  મંદિરમાં બેઠા-બેઠાજ કીડો ઉપડ્યો, મંડ્યા ‘બ્લુ ફિલ્મો’ જુવા અને એટલુજ નહિ તો  એમાંનો  એક તો સવ્વાશેર..  બકો,  ઠેઠ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયનો  પ્રધાન નીકળ્યો !!! અણ્ણા એન્ડ કુ.  તો ૧૪ કેદ્રિય પ્રધાનોનો  ધાંધલ-ધમાલનો  ચોપડો આપણાં મૌનધારી મનમોહન સિંગની પ્રતિમાને અર્પણ કરવાના છે. કેજરીવાલ તો અમુકજ ગણાવે છે, આપણે તો એક્કેયને આખા ફળિયામાં પગ મુકવા ન દઇયે, જો  આપણું હાલે તો …

આપણાં તિરંગાને પોતાનું ડિલ ઢાંકવામાટે વાપરનાર લશ્કરી વડા વી.કે. સિંગ અને સેંટ.એન્ટની હાલમો  બાથી પડ્યા. રાજપૂત રેજીમેન્ટ (ઉપનામ: કાળી ચિંદી) વી.કે.એસ.એ સાચ્ચેજ કાળી ચિંદીવાળી હરકત કીધી.  બંનેય પોતે જ ઝ્હાઝ્હાં  ધોળા  હોવાની  શેખી હાંકે છે. એકાદ વર્ષ નાના-મોટા હોવાને મુદ્દે  નાક બારે કાઢીને પોતાનીજ માતાના ખોળામાં ભાલો કાઢીને જંગે ઉતરી પડેલા  વી.કે.એસ.ને હજીતો  અદાલતે કોણીએ ગોડ ચોપડીને  છાના પાડ્યા હતા કે, વડપણેથી   હેઠે ઉતારવાની પૂર્વસંધ્યાએ કોથળામાંથી કાઢ્યો મરેલો મરઘો !! ફેય, ” પેલા ખટારાવાળાએ   ૧૪ ખોખાની ઓફર મૂકી હતી.” ભલામાણહ, ત્યારેજ પપેર ફોડ્યા હોત તો  દેશના લાલવાળી વાત કહેવાત. એકાદબે માથાભારેઓને  બે પાટુંમારીને અંદર કરી નખાત નહિ ? હવે ભેકણો  તાણવાનો  શો અર્થ? મરઘોયે મરેલો કાઢ્યો !!! ખાંમખાં, ખટારાબંધ કાગળ બાળ્યા અમારા, અને ટેન્કરોભરેલા સાહીના ખોડિયા, અલગથી !?! તમારું નાક લુછવા, ભારતમાતાનું લુંગ્ડુંજ સાપડીયું ? સેંટ. એન્ટનીના ઘેરે જઈ, ધોતિયું ખેચીને પૂછ્યું હોત કે, “બોલ બકા, પેપર કોણે ફોડ્યું” તો માનત કે ખરો માઈનો લાલ છોઉં.  “કઈ કરો, સેંટ, ઉતારો એઠાં વી.કે.એસ.ને”, કહ્યું તો કહે,” હું શાને કાજે  લાલ હાથ કરું” !!

પ્રજાય અભણ..બની ગઈ બેવકૂફ.

કુમારી એડવોકેટ મમતા બનેરજી તો ગાંડપણમાય મુખ્ય પ્રધાન. લાલ સલામ  ઠોકી-ઠોકીને લાલ-ચોળ બનેલી બંગાળી પ્રજાએ મોટેઉપાડે તેની મમતા દીદીને બેસાડી રાઈટર્સ બિલ્ડીંગમાં. ત્યાંય, તેણીએ ઠોકાઠોક કરી મૂકી. આમય આગગાડી તો પાટાપરથી ઉતારેલી હતીજ, પેલીએ  તેના માસ્તર દિનેશ પટેલને દીધું પાણીચું! સતારસો ને સાંઠ વખત , ” છેડો ફાડું ??” કહી આવી છતાય દિલ્લીથી મસ્કો ચોપદાયને પાઠવવામાં આવેલી દીદીએ, હાવડા આવીને ઘરડા તાઉની કમરે ઠોકી જોસની લાત .. આખ્ખા બંગાળમાં ૨૪૮૨ વાચનાલાયોમાં અંગ્રજી અને બે મોટા ગજના છાપાં કાયમ માટે બારે ફગાવી દીધા! બહાનું એવું આપ્યું કે, ” રાજકીય પક્ષોનો  હાથા બનેલા છાપાં લોકોને ઉકસાવે છે. એટલે, લોકોના મુક્ત વિચારોને ભ્રષ્ટ થતા રોકવા સારું આ નિર્ણય જાહેર હિતમાં લેવામાં આવ્યો છે. ” જંપિંગ લેડી ” તરીકે (મશ્કરીમાં) વખણાતી દીદી ભૂલી ગઈ કે , પોતે મહિલા મંડળ ઓછી ચલાવેછ, કાંય ! ફ્ગાવેલા આનંદ બજાર પત્રિકા, બર્તમાન અને ગણશક્ત્તી માંથી છેલ્લું છાપુ ભારતીય સામ્યવાદી પક્ષનું.  સંગબાધ પ્રતિદિન, સન્માર્ગ (હિન્દી), અખબારે મશરિક, આ ત્રણેય છાપાં ચાલુ રાખ્યા અને ત્રણેય ત્રિન્મૂળ કોંગ્રેસ (ટી. એમ. સી.)ના  બંદા, લ્યો બોલો !!!  હમણાં એકીની લાજ ગઈ ત્યારે, દીદી ભારે લાહવાહમાં કહે,” સાવ્વજ ખોટી વાત, પેલી છોકરી જ બગડેલ હશે કા તો મારી લાજ કાઢવાનો વિપક્ષનો પેતરો હશે. ” બુન, પહેલા પેલી દુખીયારીને તો પૂછી લેહવુંતું ??  થોડા વખત પહેલા તો , ટી. એમ. સી.ના પાટુંઓએ અમુક હડ્તાલીઓને ધોડી-ધોડીને મેથીપાક ખવરાવિયો  હતો.  લાલ નિશાનો  હજી રાતા થયા જ હતા, ત્યાં બુને દબાવીને ફટકાર્યું વેલણ.

પ્રજાય અભણ..બની ગઈ બેવકૂફ.

લોકશાહી પ્રજામાટે અને પ્રજાલક્ષી હોવી જોઈએ, નહીકે પોતાના સ્વાર્થ  ખાતર, એ હવે સંસદના ખૂણે-ખાચરે આપણા ચુટાયેલા પ્રતિનિધિ એકમેકની ખીલ્લી ઉડાવતા બોલે છે. ચોપડામાંથી તો  આ વાક્ય  ભુંસાઈજ  ગયું છે. હવે તો  સત્તા આવેકે સાથે હાથમાં એક છડી પણ આપોઆપ આવી જાય. કોંગ્રેસની માતા સોનિયાએ  ઠેઠ ચાર્મિનારની કુમારી રેણુકા ચૌધરીને ટેલીવિજનની પ્રવક્તા જાહેર કાર્યના બીજેજ  દિવસે, માંડ્યા ઈન્ટરવ્યું  આપવા અને બધાયને એકજ ચાબુકે ફટકારવા લાગ્યા. સોનિયાને એમ કે, ભલેને ચઢે છાપરે, લોકોનું મનોરંજન કરશે, બાપડી. પણ રેણુકાએ ઝ્હાલી અણ્ણા હઝારેની જ ધોતી.  જ્હીબ કચરાય ગઈ અને બોલી જવાયું તેણીથી, ” ભલું થાય દિલ્લી પોલીસનું કે નાખ્યા અણ્ણાને અંદર. તે તો દેશની સુરક્ષા સારું મોટી  ઉપાધી છે.” !!!. પાસે બેસેલા લોકો હસ્યા તોય, બહેનની ટ્યુબલાઈટ ઓછી પેટે!!  માથે એટલી ગરમી કે, ૨૦૦૯ માં દોઢ લાખ મતોથી ઊંધેમાથે ધરાસાહી થયા તોય આજ લગીન સરકારી ઘરનો ઉંબરો ઓળંગતા લજાય છે. કા તો , બેઠી છે ને દોઢ અબજ પ્રજા, તેમને બે ટંકનું જમણવાર પીરસવા થકી.  બહુ મોટા  સમાજ સુધારવાના  કામમાં ડૂબ્યા છે ને ! બુન, આમ ભારે  મોફટેય  ખરા, પણ માથે પાવલીયે ખુંટે. અગાઉ, અણ્ણા એન્ડ કુ.એ એવો  જાહેરમાં આક્ષેપ કર્યો  હતો કે લોકતંત્રના મંદિરમાં વિરાજેલા લોકો પ્રજાની દિવસરાત લાજ કાઢી રહ્યા છે, અને આ બાબતે ટીવીમાં ચાર્મિનારની કુમારી અને નહેરુ ‘ડાયાનાસ્તી'(એનડી) ટીવીના કુખ્યાત વિચારકો  મસલત કરતા હતા. મોફટ રેણુકાએ  માર્યો  મુક્કો, ” શેની બકવાસ કરો છો ! હું કંઇથી ‘રેપ’ કરી શકું, બોલો ??” ઘણા વર્ષો પહેલાતો , ટ્રાફિક ભંગ કરતા અટકાવતા એક હેડકોન્સ્ટેબલ લાલા જાન્કીરામને મોઢે રેણુકાબેહેને જબરજસ્ત લાફો ચોળી દીધો  હતો. ત્યારે તેઓ  પર્યટન પ્રધાન હતા. હવે સામાન્ય માણસની શી પસાત આમાં??

પ્રજાય અભણ..બની ગઈ બેવકૂફ.

ક્રોમ્પટ્રોલેર એન્ડ ઓડીટોર જનરલ (સીએજી)વાળા દિલ્લીમાં કોંગ્રેસના મોટેરાઓનો વરઘોડો  કાઢી રહ્યા છે અને પ્રમુખ વિપક્ષ બીજેપી  તેમનાપર બાણ પર બાણ છોડી રહ્યા છે. ત્યારે સૌને ખુબ મજા પડી જાય છે.    જોકે, જ્યારે વાત તેમના કમાઉપુત્ર  અર્જુનની આવે ત્યારે,  બધાય છાનામાના બેઠા દેખાય છે. ગુજરાતમાં સમગ્ર દેશમાં ન હોય તે બધુજ અને બધુજ  સૌથી  વધુ માત્રામાં લઇ આવનાર બીજેપીનો  લાડકો લાલ તેમજ ગુજરાતનું ગૌરવ મનાતા ‘કોમનમેન  – સીએમ’  નરેન્દ્ર મોદી અને તેમની સરકાર પર  સીએજીવાળા ત્રાટક્યા અને ૧૬૭.૦૭ અબજ રૂપિયાની ઘાલમેલ શોધી કાઢી.. હોશિયાર સોદાગર મોદીએ જાણેકરીને સીએજીનો અહેવાલ વિધાનસભામાં સૌથી છેલ્લે દિવસે મુક્યો અને વિરોધી પાટ્લીને ‘સસ્પેન્ડ’ કરી દીધી  એટલે મગજમારી મટી., એમ ધાર્યું. પણ, વિરોધીઓએ મોટો ઉહાપોહ મચાવિયો. એમાય વધુ શાણપણું કરવા ઉતરીય જયનારાયણ વ્યાસ. ” સીએજીમાં કંઈ જોવા અને જવા જેવું નથી !!!!!”.  અરે, ભલાદમી !!   કોંગ્રેસના કોમનવેલ્થ ગેમ્સ, ટુજી સ્પેકટ્રમ અને કોલગેટના લબાચામાં સીએજીના અહેવાલમાં ‘લાડુ બરફી’ અને ‘અદાનીગેટ’ માં નર્યા ચણા-મમરા છે એવું કહેવું છે ??? તો પછી દિલ્લીમાં કેમ ભાજપે મોટો બખેડો ઉભો કર્યો છે ??? ભારત માં સૌથી વધારે એરપોર્ટ : ગુજરાત ( ૧૧ એરપોર્ટ ), ભારત માં સૌથી વધારે બંદર : ગુજરાત ( ૪૧ બંદર ), ભારત માં સૌથી વધારે ખનીજતેલ નું ઉત્પાદન : ગુજરાત ( ૫૪% ), ભારત માં સૌથી વધારે કુદરતી ગેસ નું ઉત્પાદન : ગુજરાત ( ૫૦% ), ભારત માં સૌથી વધારે સીએનજી ગેસ નું ઉત્પાદન : ગુજરાત, ભારત માં સૌથી વધારે એસઈઝેડ : ગુજરાત ( ૧૮ એસઈઝેડ ), ભારત માં સૌથી વધારે ફાર્માસ્યુટીકાલ પ્રોડક્ટશન : ગુજરાત ( ૪૫% ), ભારત માં સૌથી વધારે ઘરેણાં નું ઉત્પાદન : ગુજરાત ( ૭૨% ) – આમ આટલા ઊચાં કદનાં પડછાયાટલે  તેમજ આટલી બધી સૌથી વધુ જણસો એઠે સામાન્ય માણસ દટાઈ ગયો છે. તેનો તો શ્વાસજ ખેચાય ગયો છે તે બોલે શુંને, બરડે શું?

પ્રજાય અભણ..બની ગઈ બેવકૂફ.

જય હો !! “અપ્રિલ ફૂલ્ડ” ભારતમાતા 

 

( આ લેખ લખનાર  જિતુ શાહ ગોવામાં  નવરીના-નકામાં  બેઠા-બેઠા આપણી વચલી આંગળીપરના ટપકા વડે ચુંટાયેલા આપણાં લાડકા નેતાઓની  પાટલુન ઉતારી લેવા પુરતુંજ નખોદ વાળી શકે છે, એથી વિશેષ શૂન્ય. તમારી વાતુંઓ  એમને મોકલાવી હોય તો આ છે સરનામું : indologyjeetu@gmail.com )